આજથી દેશમાં સુશાસન સપ્તાહ શરૂ: ત્રણ હજારથી વધુ સેવાઓ ઓનલાઈન કરાશે
Live TV
-
આજથી દેશભરમાં શરૂ થઇ રહેલા સુશાસન સપ્તાહમાં ત્રણ હજારથી વધુ સેવાઓને ઓનલાઇન કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારી, લોકફરિયાદ અને પેન્શન મંત્રી ડો. જિતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ અભિયાનનો આરંભ કરાવશે. આ અભિયાન પાંચ દિવસ ચાલશે. આ દરમિયાન દેશભરના જિલ્લા કલેક્ટર ત્રણ હજાર 120 નવી સેવાઓને ઓનલાઇન લોન્ચ કરવામાં આવશે.
આ દરમિયાન વિવિધ પોર્ટલ પર મળેલી લોક ફરિયાદોનું નિવારણ પણ કરવામાં આવશે.અભિયાનમાં 700થી વધુ જિલ્લા કલેક્ટર ભાગ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પોતાનું એક અલગ પોર્ટલ પણ લોન્ચ કરશે. તે પોર્ટલ પર જિલ્લા કલેક્ટર કાર્ય પ્રગતિ સંબંધી માહિતી અપલોડ કરશે.પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં સુશાસન સપ્તાહની સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.
