આજના યુવાનોમાં ‘Can Do’ની ભાવના છે જે દરેક પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે: પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોના મનને આકાર આપવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં પરિવર્તિત કરવાનો છે, અને તે સામાજિક એકતા તેમજ સાંસ્કૃતિક એકીકરણની સૌથી મોટી કવાયત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ભારત માતાના મહાન સંત સ્વામી વિવેકાનંદને નમન કરુ છુ, સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે. આ વર્ષે આપણે શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્ય ભારતીજીની 100મી પુણ્યતિથિની ઉજવણી કરી રહ્યા છીએ, આ બંને ઋષિઓનો પુડુચેરી સાથે વિશેષ સંબંધ ધરાવે છે અને બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રામાં ભાગીદાર રહ્યા છે.
નવા ભારતનો મંત્ર છે - સ્પર્ધા કરો અને જીતો: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, આજે વિશ્વ ભારત તરફ એક આશા, એક વિશ્વાસથી જુએ છે. કારણ કે, ભારતના લોકો પણ યુવાન છે અને ભારતનું મન પણ યુવાન છે, ભારતના યુવાનો પાસે લોકતાંત્રિક મૂલ્યોની સાથે-સાથે ડેમોગ્રાફિક ડિવિડન્ડ અજોડ છે. આજે જો ભારતના યુવાનોમાં ટેક્નોલોજીનો ચાર્મ છે તો લોકશાહીની ચેતના પણ છે. આજે જો ભારતના યુવાનોમાં શ્રમ કરવાની ક્ષમતા છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે, તેથી જ ભારત આજે જે બોલે છે, વિશ્વ તેને આવતીકાલનો અવાજ માને છે. આઝાદી સમયે જે યુવા પેઢી હતી તેણે દેશ માટે સર્વસ્વ કુરબાન કરવામાં એક ક્ષણ પણ લીધી ન હતી. પરંતુ આજના યુવાનોએ દેશ માટે જીવવું પડશે અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના પૂરા કરવા પડશે. આજના યુવાનોમાં ‘Can Do’ની ભાવના છે જે દરેક પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આજે ભારતનો યુવા વર્ગ વૈશ્વિક સમૃદ્ધિની સંહિતા લખી રહ્યો છે. ભારતીય યુવા સમગ્ર વિશ્વમાં યુનિકોર્ન ઇકોસિસ્ટમમાં મોખરે છે, ભારતમાં આજે 50,000થી વધુ સ્ટાર્ટઅપ્સની મજબૂત ઇકોસિસ્ટમ છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ નવા ભારતનો મંત્ર છે - સ્પર્ધા કરો અને જીતો. દીકરીઓના વધુ સારા વિકાસ માટે લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. દીકરીઓ પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે, તેમને વધુ સમય મળે, આ દિશામાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે
નવીનતમ ટેકનોલોજી :
આ વર્ષે, કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને, 12 થી 13 જાન્યુઆરી દરમિયાન વર્ચ્યુઅલ રીતે યોજવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુવા પરિષદ નિમિત્તે ચાર વિષય પર પેનલ ચર્ચા થઇ હતી. તેમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે પણ ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ લગભગ 122 કરોડ રૂપિયાના રોકાણ સાથે પુડુચેરી ખાતે સ્થાપિત ટેક્નોલોજી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું. ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ ટેક્નોલોજી સેન્ટર નવીનતમ ટેકનોલોજીથી સજ્જ હશે. તે યુવાનોને કૌશલ્ય માટે યોગદાન આપશે અને દર વર્ષે લગભગ 6 હજાર 400 તાલીમાર્થીઓને તાલીમ આપી શકશે. આ ઉપરાંત એક ઓપન એર થિયેટર સાથેનું એક ઓડિટોરિયમનું નિર્માણ લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે પુડુચેરી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
