સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું છે કે, હું સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનું જીવન રાષ્ટ્રીય નવસર્જન માટે સમર્પિત હતું. તેમણે ઘણા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ તરફ કામ કરવા માટે પ્રેરિત કર્યા છે. ચાલો આપણે સાથે મળીને તેમણે રાષ્ટ્ર માટે જે સપના જોયા હતા તે પૂરા કરવા માટે કામ કરીએ.
આજે સ્વામી વિવેકાનંદ જયંતિ છે જેને દેશમાં 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આજે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પુડુચેરીમાં વિડીયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી બે દિવસીય 25 મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનો ઉદ્ઘાટન કર્યું.
