Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીની સુરક્ષા ચૂક મામલે સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની તપાસ કમિટીની કરી રચના

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં પંજાબ પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં ક્ષતિ સામે આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત જજ ઇન્દુ મલ્હોત્રા કરશે. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનાં રજિસ્ટ્રાર જનરલને તેમની પાસેના તમામ રેકોર્ડને તપાસ સમિતિને સોંપવા માટેના આદેશ કર્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ સમિતિને તેમનો રિપોર્ટ વહેલામાં વહેલી તકે રજૂ કરવા માટે પણ જણાવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરનાં પંજાબના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં ક્ષતિ સામે આવી હતી. જેમાં કેટલાક લોકોએ દેખાવો કરીને રસ્તો રોક્યો હતો. જેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના કાફલાએ 15 થી 20 મિનીટ સુધી એક બ્રીજ ઉપર રોકાવવું પડ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
apply