આજનો ઇતિહાસ : આજે વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ
Live TV
-
આજે 30 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ અને આંતરરાષ્ટ્રીય મિત્ર દિવસ છે. આજે બોલીવુડ ફિલ્મનોના પ્રખ્યાત પ્લેબેક સિંગર સોનું નિગમનો બર્થ ડે પણ છે. વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ દર વર્ષે 30 જુલાઇના રોજ ઉજવાય છે. માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની દુર્દશા અંગે જાગૃતિ ફેલાવવા તેમજ તેમના અધિકારોને પ્રોત્સાહન આપવા અને રક્ષણ આપવા હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ માનવ તસ્કરી વિરોદી દિવસ ઉજવાય છે. માનવ તસ્કરી એક ગંભીર સમસ્યા છે. દુનિયાભરમાં ખાસ કરીને મહિલાઓ – નાના બાળકોની તસ્કરી થાય છે અને તેમનું શોષણ કરાય છે.
30 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
1602 – ઇન્ડોનેશિયામાં નેધરલેન્ડનો રાજકીય અને સામ્રાજ્યવાદી પ્રભાવ શરૂ થયો.
1825 – માલદાન ટાપુની શોધ થઈ.
1942 – 30 જુલાઈના રોજ જર્મન સેનાએ મિન્સ્ક, બેલારુસમાં 25,000 યહૂદીઓની હત્યા કરી.
1980 – વનુઆતુ દેશને આઝાદી મળી.
2000 – સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયેલ દ્વારા ખાલી કરાયેલા વિસ્તારોમાં શાંતિ રક્ષા દળોને તૈનાત કરવાનું શરૂ કર્યું.
2002 – કેનેડાએ અલ કાયદા સહિત સાત સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કર્યા.
2004 – ભારત અને પાકિસ્તાન વચ્ચે તુલબુલ પ્રોજેક્ટ પર વાતચીત કોઈપણ સમજૂતી વિના
