PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં NDRFની કરી તારીફ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી વાત કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજે મન કી બાત કાર્યક્રમનો 103મો એપિસોડ પ્રસારિત થયો હતો. દર મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદી મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરે છે. મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે, જુલાઈ મહિનો એટલે મોનસુન મહિનો, વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી કુદરતી આપત્તિઓનો કારણ બની રહ્યો છે, તેની સાથે આ આપત્તિની વચ્ચે દેશવાસીયોએ ફરી સામૂહિક પ્રયાસની તાકાત દર્શાવી છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ અપત્તિ સામે લડવા આપણા સામર્થ્ય અને સંસાધનોની મોટી ભુમિકા હોય છે. પરંતુ તેની સાથે સંવેદનશીલતા અને એકબીજાને સહકાર આપવાની ભાવના એટલી જ મહત્વની હોય છે. સાર્વજનિક હિતની આ ભાવના ભારતની ઓળખ છે અને ભારતની તાકાત પણ છે. તેની સાથે વરસાદના સમયે વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ પણ એટલું જ જરૂરી હોય છે.આ આપત્તિના સમયે તમામ દેશવાસીઓને ફરી સામૂહિક પ્રયાસની તાકત શું હોય છે તે દર્શાવી છે. સ્થાનિક લોકો, એનડીઆરએફના જવાનો, સ્થાનિક પ્રશાસન સાથે મળીને રાત દિવસ આ આપત્તિનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા "મન કી બાત" કાર્યક્રમમાં રાજકોટના કલાકાર પ્રભાત સિંગ મોડભાઈ બરહાત દ્વારા બનાવવામાં આવેલી છત્રપતિ વીર શિવાજી મહારાજના જીવન પ્રસંગ પર આધારિત એક પેન્ટિંગનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું હતું કે, છેલ્લા વર્ષોથી સ્વંતત્રતા દિવસે હર ઘર તિરંગા અભિયાન માટે સમગ્ર દેશ એક સાથે આવ્યો છે. એવી જ રીતે આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન ચાલવાનો છે અને આ પરંપરાને આપણે સતત આગળ વધારવાની છે. આ પ્રત્યાસોથી આપણે કર્તવ્યોની જાણ છે દેશની સ્વતંત્ર પાછળ અસંખ્ય બલિદાનોનો પણ બોધ થશે. તેની સાથે લોકોને સ્વતંત્રતાની મૂલ્યનો પણ અહેસાસ થવાનો છે.
