શહિદોની યાદમાં PM નરેન્દ્ર મોદી 'મેરી માટી મેરા દેશ' અભિયાનની કરશે શરૂઆત, સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું કરાશે આયોજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરી માટી મેરા દેશ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. અભિયાન અતર્ગત દેશના ખૂણેખૂણેથી 7500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની પહોંચશે.
આપણા શહીદોને યાદ કરવાની સાતે તેમના સન્માન માટે ટૂક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મદી દ્વારા મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનની વાતમાં જણાવ્યુ હતું કે, શહીદ પુરુષો અને સ્ત્રીઓના સન્માન માટે સ્વતંત્રતા દિવસ પહેલા 'મેરી માટી મેરા દેશ' અભિયાન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતુ કે, અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે શહીદોની યાદમાં દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, લાખો ગ્રામ પંચાયતોમાં વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ દેશભરમાં 'અમૃત કલશ યાત્રા'નું આયોજન કરવામાં આવશે. આ 'અમૃત કલશ યાત્રા' દેશના ખૂણેખૂણેથી 7500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની પહોંચશે. આ યાત્રા દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી છોડ પણ લાવવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે 'અમૃત વાટિકા' રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક બનાવવામાં આવશે અને 7500 ભઠ્ઠીમાં માટી અને રોપાઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ 'અમૃત વાટિકા' 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નું ભવ્ય પ્રતીક બનશે. તેમણે ઉમેર્યું હતું કે 'મેરી માટી મેરા દેશ' ઝુંબેશમાં ભાગ લઈને, રાષ્ટ્ર પણ અમૃત કાલના આગામી 25 વર્ષ સુધી 'પાંચ સંકલ્પો' અથવા 'પંચ પ્રાણ'ને પૂર્ણ કરવા માટે શપથ લેશે. તેમણે યુવાઓ અને દરેક વ્યક્તિને આ અભિયાનમાં ભાગ લેવા આહ્વાહન કરતા કહ્યુ હતુ કે, દરેક વ્યક્તિ શપથ લેતી વખતે અને દેશની પવિત્ર માટીને પકડીને yuva.gov.in પર સેલ્ફી અપલોડ કરવા વિનંતી કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર, સમગ્ર રાષ્ટ્રમાં 'હર ઘર તિરંગા અભિયાન' માટે એકસાથે આવ્યું હતું. તેવીજ રીતે આ વર્ષે પણ દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રયાસો કરવાથી લોકોને તેમની ફરજો અને આઝાદીનું મૂલ્ય સમજાશે અને દેશની આઝાદી માટે આપેલા અસંખ્ય બલિદાનોને યાદ કરશે.પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રએ સ્વતંત્રતા સેનાનીઓને હંમેશા યાદ રાખવા જોઈએ. તેમણે દેશવાસીઓને તેમના સપના સાકાર કરવા માટે દિવસ-રાત કામ કરવા વિનંતી કરી હતી.
