Skip to main content
Settings Settings for Dark

આજે કારગિલ વિજય દિવસ ,આજના દિવસે દ્વાસમાં યોજાશે મુખ્ય સમારોહ

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથસિંહે શહીદ બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી

    દેશ આજે કારગિલ દિવસના અવસર પર સેનાના શહીદ બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. 1999માં આ દિવસે 60 દિવસના યુદ્ધ બાદ સેનાએ કારગીલમાં પાકિસ્તાની સેનાને હરાવ્યું હતું. આ યુદ્ધમાં સેનાએ પોતાની અદમ્ય હિંમત બતાવીને પાકિસ્તાની સેના સામે વિજય મેળવ્યો હતો. આ પ્રસંગે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

    આ યુદ્ધમાં વીર સપૂતોએ માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ દિવસે, દ્વાસમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યુદ્ધમાં શહીદ થયેલા તમામ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. જેમાં ટ્વિટ કરીને પ્રધાનમંત્રીએ લખ્યું કે, કારગિલ વિજય દિવસ ભારતના તે બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે. આ ખાસ દિવસે, હું  હૃદયથી તેમને નમન કરું છું અને વંદન કરું છું.

    રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના પ્રધાનો, સેનાના ટોચના કમાન્ડર અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રા દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ટ્વિટ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે, કારગિલ યુદ્ધમાં અદ્વિતીય સાહસ અને શૌર્યથી ભારતની વિજયપતાકા લહેરાવનાર ભારતીય સેનાના સૌ વીર જવાનોને વંદન. ભારતમાતાની રક્ષા કાજે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply