Skip to main content
Settings Settings for Dark

આજે દિલ્હી રાજધાની રાષ્ટ્રીય ક્ષેત્ર શાસન સંશોધન બિલ 2023 રાજ્યસભામાં થશે રજૂ

Live TV

X
  • રાજ્યસભામાં આજે દિલ્હી રાજધાની રાષ્ટ્રીય ક્ષેત્ર શાસન સંશોધન બિલ,2023 રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આ મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે.

    રાજ્યસભામાં આજે દિલ્હી રાજધાની રાષ્ટ્રીય ક્ષેત્ર શાસન સંશોધન બિલ,2023 રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આ મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. મહત્વનું છે કે, આ બિલ લોકસભામાં પસાર થઇ ચૂક્યું છે. ભાજપે પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરીને સદનમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. જ્યારે કોંગ્રેસે પણ રાજ્યસભા સાંસદોને 7 ઑગષ્ટ સુધીનુ વ્હિપ જાહેર કર્યું છે.

    આમ આદમી પાર્ટીએ પણ રાજ્યસભાના સાંસદો માટે 7 અને 8 ઑગષ્ટ સુધી વ્હિપ જાહેર કર્યું છે. દિલ્હી સેવા બિલ રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ પર અધ્યાદેશની જગ્યા લેશે. આ સાથે જ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ જન્મ અને મૃત્યુ નોંધણી સંશોધન બિલ 2023 પણ રજૂ કરશે. 

    તો આ તરફ લોકસભામાં ડેટા પ્રોટેક્શન બિલ,2023ને ચર્ચા અને પસાર કરવા માટે સદનમાં રજૂ કરાશે. મહત્વનું છે કે ભાજપે લોકસભામાં આજથી 11 ઑગષ્ટ સુધી પાર્ટીના સાંસદોને સદનમાં ઉપસ્થિત રહેવા વ્હિપ જાહેર કર્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply