ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના, પૂર્વોત્તર રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Live TV
-
હવામાન વિભાગ દ્વારા ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 4થી 5 દિવસોમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત હિમાલયની તળેટીના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે પૂર્વોત્તર ભારતમાં આગામી 5 દિવસોમાં વરસાદનું જોર વધે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
સાથે સાથે હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, અને મણિપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, અને પશ્ચિમ બંગાળ, સિક્કમ, બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
