Skip to main content
Settings Settings for Dark

આજે ભારતીય વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈની 100મી જન્મ જંયતિ

Live TV

X
  • આજે ભારતીય વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈની 100મી જન્મ જંયતિ છે. અમદાવાદમાં 12 ઓગસ્ટ 1919માં તેમનો જન્મ થયો હતો. ભારતના અંતરિક્ષ વિકાસના કાર્યક્રમોના વિકાસમાં તેમનું અતુલ્ય યોગદાન રહ્યું છે. તેમને ભારતના સ્પેસ પ્રોગામના જનક માનવામાં આવે છે.

    આજે ભારતીય વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈની 100મી જન્મ જંયતિ છે. અમદાવાદમાં 12 ઓગસ્ટ 1919માં તેમનો જન્મ થયો હતો. ભારતના અંતરિક્ષ વિકાસના કાર્યક્રમોના વિકાસમાં તેમનું અતુલ્ય યોગદાન રહ્યું છે. તેમને ભારતના સ્પેસ પ્રોગામના જનક માનવામાં આવે છે. તેમણે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન 'ઈસરો'ની સ્થાપના કરી હતી.વિક્રમ સારાભાઈને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. તો 1966માં પદ્મ ભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણ સન્માન મરણોપરાંત એનાયત કરવામાં આવ્યો હતો. તેમની 100મી જન્મજયંતી પર ગુગલે ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. સાથે જ સમગ્ર દેશ પણ આજે તેમને યાદ કરી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ સંદેશમાં લખ્યું હતું કે, તેમની જન્મજયંતી પર તેમને સાદર નમન. ભારતીય વિજ્ઞાનના પ્રણેતા ડો.સારાભાઈએ વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાઓનું નિર્માણ કર્યું છે. તેમજ વૈજ્ઞાનિકોની નવી પેઢીઓને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. ડો.વિક્રમ સારાભાઈની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇસરોના ચેરપર્સન કે.સિવને તેમના યોગદાનને યાદ કર્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply