આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહી આ ખાસ વાત
Live TV
-
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ પર આપણી થાળીમાં ભોજન આપનાર અન્નદાતા ખેડૂતોને નમન
આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી થઈ રહી છે.. ત્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યુ છે કે " કોરોના મહામારી દરમિયાન ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને પર્યાપ્ત અને શુદ્ધ ભોજન ઉપલબ્ધ કરાવવુ સમાજનું
દાયિત્વ છે..વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ પર આપણી થાળીમાં ભોજન આપનાર અન્નદાતા ખેડૂતોને નમન...સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે આપણુ ભોજન શુદ્ધ હોય, કોઈ ભેળસેળ ન હોય અને પૌષ્ટિક હોય.ભારતમાં દરેક પ્રદેશ પ્રમાણે ત્યાંની જરૂરિયાત પ્રમાણે અને જળવાયુ અનુસાર ભોજનની સમૃદ્ધ પરંપરા રહી છે.જરૂરી છે કે આપણી પારંપરિક ભોજન અને વ્યંજનોને જીવનમાં અપનાવીએ..ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો ત્યાગ કરીએ..આ માટે દરેક સાથે મળીને પ્રયાસ કરવા પડશે..ભોજન ઉત્પાદક,ઉપભોક્તા અને સરકાર તમામની સામુહિક જવાબદારી છે.."
