આર્થિક ગતી ઝડપી રહેશે,વર્ષ 2024-25માં GDP 7.2 ટકાના દરે વધશે:RBI
Live TV
-
નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે 7.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 7.3 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 7.2 ટકા રહી શકે છે. નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટરમાં તે 7.2 ટકા હોઈ શકે છે.
ભારતનો ઝડપી આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં પણ યથાવત રહેશે. તેનું કારણ શહેરી અને ગ્રામીણ વપરાશમાં થયેલો વધારો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે આ માહિતી આપી હતી.દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે 7.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 7.3 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 7.2 ટકા રહી શકે છે. નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટરમાં તે 7.2 ટકા હોઈ શકે છે.
વધુમાં તમણે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં મોડું અને નબળા પ્રારંભ પછી સારો સુધારો જોવા મળ્યો છે. 7 ઓગસ્ટ સુધીમાં, તે લાંબા ગાળાની સરેરાશ કરતાં 7 ટકા વધારે છે. 2 ઓગસ્ટ સુધી ખરીફ પાકની વાવણી ગયા વર્ષની સરખામણીએ 2.9 ટકા વધુ છે. મે 2024માં વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.9 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે દેશના મુખ્ય ઉદ્યોગ ઉત્પાદનમાં જૂનમાં 4 ટકાનો વધારો થયો છે, જે મે મહિનામાં 6.4 ટકા હતો.
તે જ સમયે, જૂન-જુલાઈ માટેના અન્ય ઉચ્ચ આવર્તન સૂચકાંકોના ડેટા દર્શાવે છે કે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ વધી રહી છે. ખાનગી વપરાશમાં વધારાને કારણે ખાનગી રોકાણ પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે. એપ્રિલ-જૂન વચ્ચે વેપારી માલની નિકાસ, નોન-ઓઇલ અને નોન-ગોલ્ડ આયાત, સેવાઓની આયાત-નિકાસમાં વધારો થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક તણાવ, આંતરરાષ્ટ્રીય કોમોડિટીના ભાવમાં ઉથલપાથલ અને ભૌગોલિક-આર્થિક વિભાજન અર્થતંત્ર માટે જોખમો છે. હવામાન વિભાગે સામાન્ય કરતાં વધુ સારા ચોમાસાની આગાહી કરી છે, જે ખરીફ પાક માટે ઘણું સારું છે. તેનાથી ગ્રામીણ માંગમાં વધારો થશે.