દેશની 32 પાર્ટીઓ 'વન નેશન-વન ઇલેક્શન'ના સમર્થનમાં : અર્જુન રામ મેઘવાલ
Live TV
-
62 રાજકીય પક્ષોમાંથી માત્ર 47 પક્ષોએજ પ્રતિક્રિયા આપી હતી, જેમાંથી 32 પક્ષોએ 'વન નેશન-વન ઈલેક્શન'ને સમર્થન આપ્યું હતું. આ સિવાય 15 પાર્ટીઓએ 'વન નેશન-વન ઈલેક્શન' નીતિનો વિરોધ કર્યો હતો અને 15 પાર્ટીઓએ તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે સંસદમાં મોટું નિવેદન આપ્યું છે. 'વન નેશન-વન ઈલેક્શન' અંગે તેમણે કહ્યું કે, દેશની 32 પાર્ટીઓ 'વન નેશન-વન ઈલેક્શન'ના પક્ષમાં છે.તેમણે ઉમેર્યુ હતુ કે 32 રાજકીય પક્ષો 'વન નેશન-વન ઈલેક્શન'ના પક્ષમાં છે. જ્યારે 15 રાજકીય પક્ષો તેની વિરુદ્ધ છે ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 'વન નેશન-વન ઈલેક્શન' પર વિચારણા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 14 માર્ચ 2024ના રોજ 18,626 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિએ 'એક દેશ, એક ચૂંટણી'ને લઈને 62 પાર્ટીઓનો સંપર્ક કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, 62 રાજકીય પક્ષોમાંથી માત્ર 47 પક્ષોએજ પ્રતિક્રિયા આપી હતી, જેમાંથી 32 પક્ષોએ 'વન નેશન-વન ઈલેક્શન'ને સમર્થન આપ્યું હતું. આ સિવાય 15 પાર્ટીઓએ 'વન નેશન-વન ઈલેક્શન' નીતિનો વિરોધ કર્યો હતો અને 15 પાર્ટીઓએ તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપાએ પણ 'વન નેશન-વન ઈલેક્શન'ના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તે જ સમયે ભાજપે તેને સમર્થન આપ્યું હતું. હાઈકોર્ટના ત્રણ નિવૃત્ત ન્યાયાધીશોએ પણ આ પ્રસ્તાવ પર અસંમતિ વ્યક્ત કરી હતી. વિરોધ કરી રહેલા ન્યાયાધીશોમાં દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજીત પ્રકાશ શાહ, કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગિરીશ ચંદ્ર ગુપ્તા અને મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જીનો સમાવેશ થાય છે. જોકે, હાઈકોર્ટના 9 ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.
અમે તમને જણાવી દઈએ કે વન નેશન-વન ઈલેક્શન (એક દેશ, એક ચૂંટણી) એક પ્રસ્તાવિત ચૂંટણી પ્રણાલી છે. આમાં, દેશમાં તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજવામાં આવે મતલબ કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજાશે. સરકાર અને આ સિસ્ટમના સમર્થકોનું માનવું છે કે આનાથી ચૂંટણી પ્રક્રિયામાં સુધારો થશે અને સંસાધનોની પણ બચત થશે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર પણ ઓછો થશે. જો કે, તેના વિરોધીઓ તેને લોકશાહી માટે ખતરનાક ગણાવે છે અને કહે છે કે તે પ્રાદેશિક પક્ષોનો અવાજ દબાવી દેવાશે.ચૂંટણી પ્રક્રિયા જટિલ બનશે અને મતદારોની પસંદગીઓ મર્યાદિત થઇ જશે