આર્મી ડે પર પ્રધાનમંત્રીએ ભારતીય સેનાના જવાનોને પાઠવી શુભેચ્છાઓ
Live TV
-
આર્મી ડે નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, આર્મી ડેના અવસર પર ખાસ કરીને આપણા બહાદુર સૈનિકો, આદરણીય નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય સેના તેની બહાદુરી અને વ્યવસાયિકતા માટે જાણીતી છે. રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ભારતીય સેનાના અમૂલ્ય યોગદાનને શબ્દોથી ન્યાય આપી ન શકાય.
ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાના જવાનો પ્રતિકૂળ પ્રદેશોમાં સેવા આપે છે અને કુદરતી આફતો સહિત માનવતાવાદી કટોકટી દરમિયાન સાથી નાગરિકોને મદદ કરવામાં મોખરે છે. વિદેશમાં પણ શાંતિ મિશનમાં સેનાના અદભૂત યોગદાન પર ભારતને ગર્વ છે.
