દેશભરમાં આજે 74મા ભારતીય સેના દિવસની કરવામાં આવી રહી છે ઉજવણી
Live TV
-
દેશમાં આજે ભારતીય સેના દિવસ ઉજવાઇ રહ્યો છે. 74 મા સેના દિવસ પર સેના પ્રમુખ જનરલ મનોજમુકુંદ નરવણે, વાયુ સેના પ્રમુખ એરચીફ માર્શલ વી.આર. ચૌધરી, નૌકા સેના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેના દિવસની શુભકામના પાઠવી છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ કે ભારતીય સેના રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની રહી છે. આપણા સૈનિકોએ સરહદની સુરક્ષા અને શાંતિ જાળવવામાં બલિદાન અને વીરતાનુ પ્રદર્શન કર્યુ છે. દેશ સેનાની સેવા માટે આભારી છે. તો ઉપરાષ્ટ્રપતિ વૈકેયાનાયડુએ ટ્વીટ કરી સેના દિવસની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યુ કે સૈનિકોના શૌર્ય અને તેમના પરિવારજનોના ધૈર્ય પ્રત્યે દેશ હંમેશા કૃતજ્ઞ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સેના દિવસ પર શુભકામના પાઠવી છે. તેમણે સેનાની કેટલીક યાદગાર તસવીરો શેર કરી ટ્વીટ કર્યુ હતુ કે ભારતીય સેના તેની બહાદુરી માટે જાણીતી છે. રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ભારતીય સેનાના યોગદાન અમુલ્ય છે. વિદેશમાં પણ શાંતિ અભિયાનમાં ભારતીય સેના ના શાનદાર યોગદાન પર દેશને ગર્વ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેના દિવસ પર ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી છે.
