દેશમાં કોરોનાના 2,68,833 નવા કેસ નોંધાયા, ઓમિક્રૉનના નવા 620 કેસ
Live TV
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2,68,833 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 1,22,684 દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધી 3.49 કરોડથી વધારે દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. ગઇકાલે કોરોનાના કારણે 402 દર્દીઓએ જીવ ગુમાવ્યો. કોરોનાના નવા કેસ સાથે દેશમાં 14,17,820 સક્રિય કેસ વધ્યા છે.
દેશમાં કોરોનાથી રિકવરી રેટ હાલ 94.83 ટકા પર છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.66 ટકા તો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 12.84 ટકા છે.
રસીકરણની વાત કરીએ તો, ગઇકાલે 58 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ દેશમાં કુલ રસીકરણનો આંકડો 156.02 કરોડને પાર પહોંચી ગયો છે.
ભારતમાં ગઇકાલે કોરોના વાયરસ માટે 16,13,740 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 70.07 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
દેશમાં ઓમિક્રૉનના 620 કેસ સામે આવ્યા છે, અત્યાર સુધી ઓમિક્રોનથી 2,162 દર્દી સાજા થઇ ચૂક્યા છે અને જેમાં 24 કલાકમાં 357 લોકો ઓમિક્રોનથી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 1,367 અને રાજસ્થાનમાં ઓમિક્રૉનના 792 કેસ નોંધાયા છે.
