ઉત્તરપ્રદેશ: આજે રાષ્ટ્રીય કિસાન દિવસ, ખેડૂતોને ટ્રેક્ટર આપીને સમ્માનિત કરવામાં આવ્યા
Live TV
-
ચૌધરી ચરણ સિંહની 121મી જયંતિના અવસરે તેમની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.
આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની 121મી જયંતિના અવસરે તેમની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કરીને તેમને નમન કર્યું. યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી કૃષક ઉપહાર યોજના હેઠળ 51 ખેડૂતોને ટ્રેક્ટર આપ્યા હતા અને ખેડૂતોને સમ્માનિત કર્યા હતા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ‘પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહે ખેડૂતો માટે અનેક કામ કર્યા છે. ખેડૂતો બાબતે તેમનો સ્પષ્ટ મત હતો. કૃષિના વિકાસ વગર દેશનો વિકાસ સંભવ નથી. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતો સાથે જોડાઈને વ્યાપર પરિવર્તન કરવાનું અભિયાન ચલાવ્યું હતું. તેઓ એક મહાન કિસાન નેતા હતા. પીએમ પાક વીમા યોજના, કૃષિ સિંચાઈ યોજના જેવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સમ્માન નિધિના માધ્યમથી અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 15 હપ્તા મોકલવામાં આવ્યા છે. 2 કરોડ 60 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં 60 હજાર કરોડથી વધુ રકમ મોકલવામાં આવી છે.’