હિમવર્ષાને કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં વૃદ્ધિની સંભાવના
Live TV
-
કેરળ, માહી અને લક્ષદ્વીપમાં આગામી 4 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે.
જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્તિસ્તાન અને મુજફ્ફરાબદમાં હળવો વરસાદ તથા હિમવર્ષા થવાને કારણે પંજાબ તથા હરિયાણામાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને લક્ષદ્વીપમાં આગામી 4 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે.
આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા તથા હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધુમ્મસ રહેવાની સંભાવના છે. પંજાબના કેટલાક ભાગોમાં આગામી 4 દિવસ સુધી ભારે ધુમ્મસ છવાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આવતીકાલે ન્યૂનતમ તાપમાનમાં વૃદ્ધિ થઈ શકે છે. આગામી બે દિવસોમાં પૂર્વીય ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થઈ શકે છે.