ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ, કેરળ સૌથી પ્રભાવિત
Live TV
-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 જુલાઈએ કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં 20 થી 22 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.
નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓમાં ગાંડીતુર બની છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ જારી કર્યું છે. સાથોસાથ હવામાન વિભાગે કેરળના વાયનાડ, કન્નુર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
કેરળમાં કન્નુર સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં નીંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને સ્થાનિક ડેમના દરવાજાઓ પણ ખોલવામાં આવી રહ્યા છે. જેથી નદીઓમાં પુર આવતા જીલ્લાના કેટલાક ગામો અને શહેરોમાં પુરની સ્થિતિ છે. બીજી તરફ, સિક્કિમ,પૂર્વોત્તર ભારત, લક્ષદ્વીપ, કેરળ, બિહાર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત સહિત બીજા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે કોંકણ અને ગોવા, ગુજરાત, કોસ્ટલ કર્ણાટક, કોસ્ટલ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ મધ્યપ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં, કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
દિલ્હીમાં વરસાદ સાથે ભેજવાળી ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 અને 22 જુલાઈ વચ્ચે દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન 27 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.