જમ્મુ અને કાશ્મીર: અખનૂર સેક્ટરમાં આંતકવાદીઓનો ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
Live TV
-
આંતકવાદીઓના ઘુસણખોરીના પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ કર્યો.
જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં, આંતકવાદીઓના ઘુસણખોરીના પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અખનૂર સેક્ટરમાં ભારતીય સેનાને ચાર આંતકવાદીઓની શંકાસ્પદ ઘુસણખોરી જોવા મળી હતી. તે પછી સેનાએ ફાયરિંગ કરતા ઘુસણખોરો ત્યાંથી ભાગી ગયા હતાં. નોંધનીય છે કે, સૈનિકોએ ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓ પર અસરકારક ગોળીબાર કરી, તેમને ઘુસણખોરી કરતા રોક્યા હતા.
ગુરુવારે પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ ડેરાના વનક્ષેત્રમાં સેનાના વાહનો પર ઘાતક હુમલો કર્યો હતો. જેમાં સેનાના 5 જવાન શહીદ થઈ ગયા હતા અને બે જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમે શુક્રવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાહી હુમાના સ્થળની મુલાકાત લીધી હતી. સપ્ટેમ્બર 2023માં પણ અનંતનાગ જિલ્લાના કોકેરનાગ અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સેનાના કર્નલ, એક મેજર અને એક સૈનિક, જમ્મુ કાશ્મીર પોલીસના DSP શહીદ થયા હતા અને લશ્કર-એ-તોયબાનો આતંકી ઉજ્જૈર ખાન ઠાર મરાયો હતો.