ઉપરાષ્ટ્રપતિ આજે જમ્મુ-કાશ્મીર અને શનિવારે હિમાચલ પ્રદેશમાં હમીરપુરની મુલાકાત લેશે
Live TV
-
દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જમ્મુની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીના 8માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ઉપરાષ્ટ્રપતિ કઠુઆમાં બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પોના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. ઉત્તરી રાજ્યોના સ્ટાર્ટઅપ્સ એક્સપોમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. સ્ટાર્ટઅપ એક્સપોમાં છ મહિલા આંત્રપ્રિન્યોર પણ ભાગ લેશે. એક્સ્પોની થીમ ઉત્તર ભારતમાં ઊભરતી સ્ટાર્ટઅપ સંભાવનાઓ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો છે. દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2014માં લગભગ 350 હતી, જે હવે વધીને એક લાખથી વધુ થઈ ગઈ છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શનિવારે હિમાચલ પ્રદેશમાં હમીરપુરની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાન (NIT) જશે અને ‘વિકસિત ભારત@2047માં યુવાઓની ભૂમિકા’ પર વિદ્યાર્થીઓને સંબોધન કરશે. ઉપરાંત ‘એક સે શ્રેષ્ઠ’ના 500માં કેન્દ્રના ઉદઘાટન પર મુખ્ય અતિથિ તરીકે હાજરી નોંધાવશે, તથા બાળકો સાથે સંવાદ સત્રમાં ભાગ લેશે.