Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી નેપાળની બે દિવસની મુલાકાતે

Live TV

X
  • ભારત આગામી 10 વર્ષોમાં 10 હજાર મેગાવોટ વિજળીની ખરીદી કરશે.

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી નેપાળની બે દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત નેપાળના વિદેશ મંત્રી નારાયણ પ્રસાદ સાહુના આમંત્રણ પર થઈ રહી છે. એસ.જયશંકર આ મુલાકાત દરમિયાન કાઠમંડુમાં ભારત-નેપાળ સંયુક્ત આયોગની 7મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. મહત્વનું છે કે,  ભારત-નેપાળ સંયુક્ત આયોગની સ્થાપના 1987માં કરાઈ હતી અને આ બંને મંત્રીઓને દ્વિપક્ષીય ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર નેપાળના અગ્રણી રાજકીય નેતાઓને પણ મળશે.

    બંને દેશોની બેઠક પછી વિદ્યુત વેપાર સમજૂતી કરવામાં આવશે. આ સમજૂતી હેઠળ ભારત આગામી 10 વર્ષોમાં 10 હજાર મેગાવોટ વિજળીની ખરીદી કરશે. વિદેશ મંત્રીની નેપાળ મુલાકાત દરમિયાન ત્રણ નવી ટ્રાંસમિશન લાઈનનું ઉદઘાટન કરવામાં આવશે. આ ત્રણ લાઈનમાં રક્સૌલ-પરવાનીપુર, કુશહા-કટૈયા અને ઉત્તરપ્રદેશની નૌતનવા-મૈનહવાં ટ્રાંસમિશન લાઈન શામેલ છે. ભારત સરકારના સહયોગથી કાઠમંડુમાં આનેલ ત્રિભુવન યુનિવર્સિટીમાં કેન્દ્રીય પુસ્તકાલય ભવનનું ઉદઘાટન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply