વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારે દેશભરમાં 64 લાખ આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું
Live TV
-
કેન્દ્ર સરકારે વિકાસ ભારત સંકલ્પ યાત્રા દરમિયાન દેશભરમાં 64 લાખ આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું છે. આયુષ્માન કાર્ડ પરિવાર દીઠ રૂ. 5 લાખનો આરોગ્ય વીમો સુનિશ્ચિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ ઝારખંડના ખુંટીથી વિકાસ ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવ લાખથી વધુ લોકોને એલપીજી સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર સ્વનિર્ભર ફંડ હેઠળ છ લાખ 79 હજાર સ્ટ્રીટ વેન્ડર્સને મૂડી પ્રદાન કરશે. વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આ મહિનાની 25મી તારીખ સુધીમાં 2 લાખ 60 હજાર ગ્રામ પંચાયતો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.