અમૃતકાળ દરમિયાન ભારતનું પોતાનું અંતરિક્ષ કેન્દ્ર હશે: ISRO અધ્યક્ષ એસ.સોમનાથ
Live TV
-
‘ભારતીય વૈજ્ઞાનિક આગામી 25 વર્ષોમાં ચંદ્રમા પર પહોંચી જશે.’
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે, ‘અમૃતકાળ દરમિયાન ભારતનું પોતાનું અંતરિક્ષ કેન્દ્ર હશે. ભારતીય વૈજ્ઞાનિક આગામી 25 વર્ષોમાં ચંદ્રમા પર પહોંચી જશે.’ 24 ડિસેમ્બર વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકાર સંયુક્ત રૂપે આ સંમેલનનું આયોજન કરી રહી છે.
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જ્ઞાન અને ક્ષમતાનો ઉપયોગ કરીને ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું. શોધનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે થાય છે, તે સુનિશ્ચિત કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ વચ્ચે સમન્વય તથા આદાન પ્રાદાન થવું જરૂરી છે. વિકસિત અને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોદ્યોગિકી ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.