અવકાશમાં ઇસરોની વધુ એક ઉડાન, શ્રીહરિકોટાથી PSLV- C 50 રોકેટ મારફતે સંચાર ઉપગ્રહ CMS-01નું સફળ પ્રક્ષેપણ
Live TV
-
ઇસરોના શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી PSLV- C50 દ્વારા સંચાર ઉપગ્રહCMS-01નું સફળ પ્રક્ષેપણ થયું છે. બપોરે 3.41 કલાકે CMS-01ને પ્રક્ષેપણ માટે છોડવામાં આવ્યો હતો. CMS-01એ અંતરિક્ષમાં તેની ભ્રમણ કક્ષાએ પહોંચવા 20 મિનિટ અને 12 સેકન્ડનો સમય લીધો હતો.આ સફળ પ્રક્ષેપણ બાદ ઇસરોના પ્રમુખ કે.ડી. સાવને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તે સાથે સફળ પ્રક્ષેપણ બદલ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, CMS-01નું સફળ પ્રક્ષેપણ થયું છે, આવનારા 4 દિવસોમાં નિશ્ચિત સ્લોટમાં ઉપગ્રહ સ્થાપિત થશે. ઇસરોના આગામી મિશન અંગે અધ્યક્ષે જાણકારી આપતા કહ્યું કે, હવે PSLV_51 મિશન દેશ માટે ખાસ રહેશે. આ ઉપરાંત આવનારા 8 મહિનાઓની અંદર 'આનંદ' ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવશે.