આગામી 30 અને 31 માર્ચના રોજ હેકાથોન 2018ની ફાઇનલ અમદાવાદ ખાતે યોજાશે
Live TV
-
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ઉપક્રમે વિદ્યાર્થીઓના રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન તરીકે દર વર્ષે યોજાતી હેકાથોન વિશ્વમાં સૌથી મોટી જટિલ સ્પર્ધા તરીકે ગણવામાં આવે છે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ઉપક્રમે વિદ્યાર્થીઓના રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન તરીકે દર વર્ષે યોજાતી હેકાથોન વિશ્વમાં સૌથી મોટી જટિલ સ્પર્ધા તરીકે ગણવામાં આવે છે. ગુજરાત ટેકનોલોજીક્લ યુનિવર્સિટી અને ભારતીય સંશોધન સંસ્થા ઇસરોના સંયુક્ત ઉપક્રમે આ હેકાથોન 2018ની ફાઇનલ આગામી 30 અને 31 માર્ચના રોજ અમદાવાદ ખાતે યોજાશે. સાથે સાથે દેશભરનાં 28 નોડલ સેન્ટરોમાં પણ આ સ્પર્ધા યોજાશે. અમદાવાદમાં યોજાનારા હેકાથોનમાં ઇસરોની 18 સમસ્યા ઉકેલવા 36 કલાક પ્રયાસ થશે.