નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 13મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
Live TV
-
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 13મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠક અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે કૃષિ વૈજ્ઞાનિકો સાથે પાકની લેવાતી માવજત મુલ્ય વર્ધન આધુનિક ટેકનોલોજીના ઉપયોગ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં કુલપતિએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ ખેડૂત ઉપયોગી કૃષિ વિસ્તરણ પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. જ્યારે કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. S.R. ચૌધરીએ વૈજ્ઞાનિકોની કામગીરીને બીરદાવી માઈક્રો ઈરિગેશન પર ભાર મૂકયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.