જાપાનના અંતરિક્ષયાને બ્રહ્માંડમાં પાણીના અસ્તિત્વના પુરાવા મેળવ્યા
Live TV
-
બ્રહ્માંડમાં આવેલ ગ્રહો અને અંતરિક્ષ ઉલ્કાપિંડ પર પાણીની શક્યતાઓ તપાસવા જાપાને ડિસેમ્બર-2014માં હાયાબુસા-2 અંતરિક્ષયાન લોન્ચ કર્યુ હતુ. આ અંતરિક્ષયાન 6 વર્ષ બાદ પૃથ્વી પર પરત ફર્યુ છે.
બ્રહ્માંડમાં આવેલ ગ્રહો અને અંતરિક્ષ ઉલ્કાપિંડ પર પાણીની શક્યતાઓ તપાસવા જાપાને ડિસેમ્બર-2014માં હાયાબુસા-2 અંતરિક્ષયાન લોન્ચ કર્યુ હતુ. આ અંતરિક્ષયાન 6 વર્ષ બાદ પૃથ્વી પર પરત ફર્યુ છે.
જાપાનના અંતરિક્ષયાન હાયાબુસા-2એ લીધેલા ઉલ્કાપિંડ પરના સેમ્પલ વિશે મોટો ખુલાસો થયો છે. સેમ્પલની તપાસમાં જાણકારી મળી છે કે સેમ્પલમાં માટીના કણો હતા. અંતરિક્ષયાને લાવેલ સેમ્પલમાં આશરે 60 ગ્રામ માટી મળી છે. આ માટીના કણો ઉલ્કાપિંડ પર પાણીના અસ્તિત્વ હોવાની ઘણા અંશે સાબિતી આપે છે.
આ વિશે અમરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ નોંધ લીધી છે. અંતરિક્ષયાન હાયાબુસા-2 પૃથ્વીથી લાખો કિલોમીટર દુરથી આ સેમ્પલ લાવ્યુ છે. હજી પણ આ સેમ્પલની તપાસમાં મહત્વની જાણકારી મળી શકે છે. હાલ બે વૈજ્ઞાનિકો આ સેમ્પલની તપાસ કરી રહ્યા છે. જાપાનના આ ખુલાસા બાદ પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર પાણી તથા જીવનના અસ્તિત્વ વિશે આશા અને શક્યતાઓ વધી છે.