Skip to main content
Settings Settings for Dark

એસ્ટ્રોઈડ્સની ચેતવણી આપનાર રેડિયો ટેલિસ્કોપઃએરેસિબો ઓબ્ઝર્વેટરી તૂટી પડી

Live TV

X
  • અવકાશની દુર્ઘટનાઓ અંગે જાણકારી આપનાર વિશાળ આરેસિબો ઓબ્ઝર્વેટરી રેડિયો ટેલિસ્કોપ ધરાશાયી થતા જ વિજ્ઞાન જગતને મોટો આંચકો લાગ્યો છે. લગભગ અડધી સદી કરતા વધુ સમયથી ખગોળશાસ્ત્રના રહસ્યોને ઉકેલવામાં મદદ કરનાર વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ઓબ્ઝર્વેટરીઓમાંની એક એરેસિબો મંગળવારે સંપૂર્ણપણે નષ્ટ પામી હતી

    અવકાશની દુર્ઘટનાઓ અંગે જાણકારી આપનાર વિશાળ આરેસિબો ઓબ્ઝર્વેટરી રેડિયો ટેલિસ્કોપ ધરાશાયી થતા જ વિજ્ઞાન જગતને મોટો આંચકો લાગ્યો છે. લગભગ અડધી સદી કરતા વધુ સમયથી ખગોળશાસ્ત્રના રહસ્યોને ઉકેલવામાં મદદ કરનાર વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ઓબ્ઝર્વેટરીઓમાંની એક એરેસિબો મંગળવારે સંપૂર્ણપણે નષ્ટ પામી હતી. પ્યુઅર્ટો રિકોમાંનું આ રેડિયો ટેલિસ્કોપ ઘણા લાંબા સમયથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. આ અંગે  માહિતી આપતી વખતે હવામાન શાસ્ત્રી અદા મોંજન આંખોમાંથી વહેતા આંસુને રોકી શક્યા ન હતા. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ કેટલું મોટુ નુકસાન છે.

    અદા મોંજને કહ્યું હતું કે, અરેસિબોને બચાવવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનું 900-ટન પ્લેટફોર્મ 400 ફુટ નીચે રિફ્લેક્ટર ડીશ પર પડી ગયું હતુ.  એનએસએફે જણાવ્યું છે કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અગાઉ, યુ.એસ. નેશનલ સાયન્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે અરેસિબો બંધ કરાશે.

    ઓરેસિબોનો સહાયક કેબલ ઓગસ્ટમાં કાપવામાં આવ્યો હતો, જેના પગલે 1000-ફુટ પહોળા રિફ્લેક્ટર ડીશ પર 100 ફુટનો કાપ લાગ્યો હતો. જેથી ઉપર લટકાવેલા પ્લેટફોર્મને નુકસાન થયું હતું. નવેમ્બરની શરૂઆતમાં મુખ્ય કેબલ તૂટી ગયો હતો. વૈજ્ઞાનિકો તેને વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ માનતા હતા અને આ ઘટનાથી વિજ્ઞાન જગત આઘાત પામ્યું છે. પ્યુઅર્ટો રિકો યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર કાર્મેન પેન્ટોઝાએ તેને એક મોટું નુકસાન ગણાવ્યું હતુ. 

    પૃથ્વી સંરક્ષણનું શસ્ત્ર ન રહ્યું

    વૈજ્ઞાનિક ડો.જોનાથન ફ્રીડમેન જેમણે દાયકાઓથી અરેસિબોમાં કામ કર્યું હતું, તેમણે આ ઘટનાને 'તોફાન' ગણાવી હતી. તેમણે કહ્યું કે, પહેલા તો જાણે ભૂકંપ આવ્યો હોય તેવું લાગી રહ્યું હતુ. તે વરસાદ અથવા બરફના તોફાન જેવું લાગ્યું. ગાજવીજ થોડી વાર સુધી ચાલુ રહી હતી. હવામાન શાસ્ત્રી ડેબોરાહ મારટોરેલે આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, તેને આપણે ટાળી શક્યા હોત. તેમણે કહ્યું કે, અરેસિબો એ વિજ્ઞાન જગતનો રત્ન હતો અને તે માનવું મુશ્કેલ છે કે તે હવે નથી. સૌથી મોટી ચિંતા અને નુકસાન એ વાતનું છે કે, પૃથ્વી તરફ અવકાશથી આવતા જોખમોની ચેતવણી આપવા માટે હવે એક શસ્ત્ર ઓછું થયું છે. 

    અરેસિબો એક વિશાળ અને શક્તિશાળી રેડિયો ટેલિસ્કોપ હતું જેનાથી વૈજ્ઞાનિકો અવકાશના વિશાળ ખડકોનો અભ્યાસ કરતા હતા. અહીં ગ્રહોની રડાર ટીમનું નેતૃત્વ કરનારી એની વર્કી કહે છે કે, કોઈ અન્ય સિસ્ટમ આરેસિબોને આટલી સરળતાથી બદલી શકશે નહીં. તેનું રડાર ટ્રાન્સમિટર કોઈ ઓબ્જેક્ટ પર પ્રકાશ મોકલવા માટે વપરાતું જે ટકરાઈને પરત ફરતું ત્યારબાદ તેની રેડિયો ડિશ આ સિગ્નલને પકડતી હતી. જેથી વૈજ્ઞાનિકોને એસ્ટરોઇડ્સની સ્થિતિ, આકાર અને સપાટી વિશે માહિતી મળતી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply