ડાંગઃ સોલાર પમ્પ થકી ખેતી કરતા ખેડૂત
Live TV
-
સોલાર પેનલને કારણે તેઓ પોતાના ખેતર સુધી પાણી લઇ જઈ શકે
ડુંગરાળ પ્રદેશ ડાંગના વનબંધુ ખેડૂતો જી.ઈ.બી. દ્વારા સોલાર પમ્પ મેળવી શિયાળુ અને ઉનાળુ પાક લેતા થયા છે. ભવાડી ગામના પ્રગતિશીલ ખેડૂત જયેશભાઇ મોકાસીને જી.ઈ.બી દ્વારા સોલાર પમ્પ તેમજ સોલાર પેનલ આપવામાં આવ્યા છે. આ સોલાર પેનલને કારણે તેઓ પોતાના ખેતર સુધી પાણી લઇ જઈ શકે છે. સોલાર યોજના અંતર્ગત આ ખેડૂતે પોતાના ખેતરમાં સૌર પેનલ લગાવી છે. આ સોલર પેનલ પર સરકાર દ્વારા તેમને સબસિડી આપવામાં આવી છે. તેથી હવે તેઓ શિયાળા, ઉનાળા અને ચોમાસામાં જરૂર પડે તો ત્યારે સૌર ઉર્જા વડે સિંચાઈ કરે છે. મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં 39 જેટલા ખેડૂતો સોલાર પમ્પનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે.