વોયોજર 2: નાસાએ 50 વર્ષ જૂના સ્પેસક્રાફ્ટનો સંપર્ક મેળવ્યો
Live TV
-
નાસાએ આખરે વોયોજર-2 (VOYAGER 2) સ્પેસક્રાફ્ટનો સંપર્ક મેળવ્યો છે. આ સ્પેસક્રાફ્ટ 1997થી અવકાશમાં સફર કરી રહ્યુ છે. એન્જીનિયરોએ વોયોજર-2નો સંપર્ક કરવા માટે મોટા રેડિયો એન્ટીનાથી કમાન્ડ મોકલ્યા હતા.
નાસાએ આખરે વોયોજર-2 (VOYAGER 2) સ્પેસક્રાફ્ટનો સંપર્ક મેળવ્યો છે. આ સ્પેસક્રાફ્ટ 1997થી અવકાશમાં સફર કરી રહ્યુ છે. એન્જીનિયરોએ વોયોજર-2નો સંપર્ક કરવા માટે મોટા રેડિયો એન્ટીનાથી કમાન્ડ મોકલ્યા હતા. જે વોયોજર-2 એ આ કમાન્ડને સમજીને તેનો અમલ કર્યો હતો. આ સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી 11.6 બિલિયન માઈલ એટલે કે 18.8 કિલોમીટર દુર છે. એન્જીનિયરોએ વોયોજર-2 ના જવાબ માટે 35 કલાક સુધી રાહ જોઈ હતી.
વોયોજર-2 નો સંપર્ક કરી રહેલ DSS43 એન્ટેનાની સિસ્ટમમાં ખામી આવતાં સમસ્યા સર્જાઈ હતી. ત્યાર બાદ એન્જીનિયરો તેને ફરીથી ચાલુ કરવા માટે કામ કરી રહ્યા હતા. જેનુ હવે સુખદ પરિણામ મળ્યુ છે. વોયોજર-2 સાતે સંપર્ક માટે કામ કરી રહેલ આ DSS43 એન્ટેના ખુબ મોટી સિસ્ટમ છે. આ પ્રકારના એન્ટિના દુનિયામાં ફક્ત 2 જગ્યાએ જ છે. તેથી DSS43 એન્ટેનાની સિસ્ટમમાં ખામી આવતાં નાસા અને તેના બીજા મિશન માટે ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ હતી.