એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ 'નાગ'નું અંતિમ તબક્કાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
Live TV
-
મિસાઈલ પરીક્ષણના ક્ષેત્રમાં ભારતને વધુ એક સફળતા મળી છે. ભારતે ગુરુવારે વારહેડની સાથે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ 'નાગ'નું અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ છે.
રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું પરિક્ષણ
આ મિસાઈલને ડીઆરડીઓએ વિકસિત કરી છે. આ મિસાઈલનું પરિક્ષણ કાલે સવારે છ વાગીને 45 મિનિટ પર રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું હતું. હાલમાં ભારતે સુપરસોનિક, હાઈપરસોનિક સહિત અલગ અલગ ક્ષમતા વાળી મિસાઈલોનું પરિક્ષણ કર્યું છે. સીમા પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મિસાઈલોનું પરિક્ષણ ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. લગભગ પાછલા ડોઢ મહિનામાં ડીઆરડીઓએ ઓછામાં ઓછી 12 મિસાઈલોનું પરિક્ષણ કર્યું છે.