નાસાને અવકાશી સંશોધન ક્ષેત્રે મળી મોટી સફળતા, પૃથ્વી પર જીવનની શરૂઆતની કડી મેળવવામાં મળી શકે છે મદદ
Live TV
-
નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાના અંતરીક્ષ યાન ઓસીરીસ રેક્સે (OSIRIS-REx) પૃથ્વીથી દસ કરોડ માઈલ દુર ચક્કર કાપતા ક્ષુદ્ર ગ્રહ "બેન્નુ" પરથી નમુના મેળવ્યા છે. વૈજ્ઞાનિકો અનુસાર આ સફળતાથી પૃથ્વી પર જીવનની શરૂઆતની કડી મેળવવામાં મદદ મળી શકે છે. બેન્નુ ગ્રહ કચરાનો ઢગલો છે. જે ધરતીથી 29 કરોડ કિલોમીટર દુર છે. લગભગ 550 મીટર વ્યાસનો "બેન્નુ" આગામી 150 વર્ષમાં ધરતીની ખુબ જ નજીક પહોચી શકે છે. ભલે તેના ટક્કરની સંભાવના ખુબ જ ઓછી છે, તેમ છતાં નાસા તેને હાલ સૌથી જોખમી ગ્રહ માની રહ્યું છે. ઓસીરીસ રેક્સને 2016 માં અવકાશમાં મોકલાયું હતું. જે એક મોટી વેનના આકાર જેવું છે. તેને "બેન્નુ" સુધી પહોચવામાં 2 વર્ષનો સમય લાગ્યો છે.