NASA ને મળી મોટી સફળતા, ક્ષુદ્ર ગ્રહ બેનૂના નમુના મેળવાયા
Live TV
-
નાસાને એક મોટી સફળતા મળી છે. અંતરિક્ષ યાન ઓસિરિસ રેક્સે પૃથ્વીથી 10 કરોડ મીલથી પણ વધારે દુર ચક્કર કાપી રહેલ ક્ષુદ્ર ગ્રહ બેનૂ ના નમુના મેળવ્યા છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ સફળતાથી પૃથ્વી પર જીવનની શરુઆત ક્યારે થઈ તેના વિશે માહિતી મળશે.
નાસાને એક મોટી સફળતા મળી છે. અંતરિક્ષ યાન ઓસિરિસ રેક્સે પૃથ્વીથી 10 કરોડ મીલથી પણ વધારે દુર ચક્કર કાપી રહેલ ક્ષુદ્ર ગ્રહ બેનૂ ના નમુના મેળવ્યા છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ સફળતાથી પૃથ્વી પર જીવનની શરુઆત ક્યારે થઈ તેના વિશે માહિતી મળશે. બેનૂ એ સ્યાહ કચરાનો એક ઢગલો છે જે ધરતીથી 29 કરોડ કિલોમીટર દુર આવેલો છે.
લગભગ 550 મીટર વ્યાસનો આ બેનૂ ક્ષુદ્ર ગ્રહ આવતા 150 વર્ષમાં પૃથ્વીની સૌથી વધુ નજીક પહોંચી શકે છે. ભલે તે સમયે ધરતી સાથે તેની ટક્કરનુ જોખમ ઓછુ છે પરંતુ નાસા આ ગ્રહને તે સમયનો સૌથી ખતરનાક છુદ્રગ્રહ માની રહ્યુ છે. અંતરિક્ષ યાન ઓસિરિસ રેક્સને 2016 માં અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો અને તે મોટા વૈન આકારનો છે. ઓસિરિસ રેક્સને બેનૂ સુધી પહોંચવામાં 2 વર્ષ લાગ્યાં છે. અત્યારે બેનૂના નમુના મેળવાયા છે તેના પરથી ધરતી પર જીવનની શરુઆત ક્યારે થઈ તે વિશેના સંશોધનમાં વધુ માહિતી મળશે.