સૂર્ય પર જોવા મળ્યું સૌર તોફાન, અત્યંત તેજસ્વી થવાની ઘટના સૌર જ્વાળા તરીકે ઓળખાય છે
Live TV
-
સૂર્યના રંગકવચનો કેટલોક નાનો ભાગ અચાનક અત્યંત તેજસ્વી થવાની ઘટનાને સૌર જ્વાળા તરીકે ઓળખવામાં આવે છે.
ધરતી પર સૂર્યપ્રકાશ જરૂરી છે. નાસાએ (NASA)એ એક તસવીર જાહેર કરીને જણાવ્યું છે કે, સૂર્ય પર સૌર તોફાન (solar flare) જોવા મળ્યા છે. આ તસવીરમાં સૌર જ્વાળાની ચમક જોઈ શકાય છે. સૂર્યના રંગકવચનો કેટલોક નાનો ભાગ અચાનક અત્યંત તેજસ્વી થવાની ઘટનાને સૌર જ્વાળા તરીકે ઓળખવામાં આવે છે.આ સૌર જ્વાળાઓ રેડિયો સંચાર, ઇલેક્ટ્રિક પાવર ગ્રીડ, નેવિગેશન સિગ્નલોને અસર કરી શકે છે અને અવકાશયાન અને અવકાશયાત્રીઓ માટે જોખમ ઊભું કરી શકે છે. આ જ્વાળાને X2.8 ફ્લેર તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. X-વર્ગ સૌથી તીવ્ર જ્વાળાઓને સૂચવે છે. જ્યારે સંખ્યા તેની શક્તિ વિશે વધુ માહિતી પ્રદાન કરે છે.
સૌર જ્વાળા એટલે શું?
સૂર્યના રંગકવચનો કેટલોક નાનો ભાગ અચાનક અત્યંત તેજસ્વી થવાની ઘટનાને સૌર જ્વાળા તરીકે ઓળખવામાં આવે છે. સૌર જ્વાળા દરમિયાન ઉત્પન્ન થતી શક્તિ અસંખ્ય ન્યૂક્લિયર બોમ્બના એકસાથે વિસ્ફોટ થાય તેટલી શક્તિ હોય છે. જેમાં અત્યંત અધિક તીવ્રતા ધરાવતો પારજાંબલી પ્રકાશ, ક્ષ-કિરણો અને રેડિયો-તરંગો ઉત્પન્ન થાય છે. ઉગ્ર શક્તિ ધરાવતા કોસ્મિક કિરણો (cosmic rays) અને ઓછી શક્તિ ધરાવતા વીજકણો ઉત્સર્જિત થાય છે. સોલાર ફ્લેરની ઘટના દરમિયાન વીજચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે, જે પૃથ્વીના આયનમંડળને અસર કરે, જેથી રેડિયોસંદેશાવ્યવહાર ખોરવાય છે. વીજકણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરે છે તથા ચુંબકીય તોફાનો અને ધ્રુવીય જ્યોતિ ઉત્પન્ન થાય છે.