સંસદની સુરક્ષામાં ચૂકના મામલે ફરાર આરોપી લલિત મોહન ઝાની ધરપકડ
Live TV
-
માસ્ટર માઈન્ડર ગણાતો લલિત મોહન ઝાની પોલીસ પૂછપરછ કરી રહી છે.
સંસદની સુરક્ષામાં ચૂકના મામલે દિલ્હી પોલીસે ફરાર આરોપી લલિત મોહન ઝાની ધરપકડ કરી છે. આ કેસમાં માસ્ટર માઈન્ડર ગણાતો લલિત મોહન ઝા સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આ મામલે અગાઉ ધરપકડ કરાયેલા 4 આરોપીને પટિયાલા હાઉસ કોર્ટમાં સાત દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. જો કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 15 દિવસની રિમાન્ડ માંગ્યા હતા.
લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદકો મારીને સ્મોક એટેક કરનારા આરોપીનું નામ સાગર શર્મા અને મંનોરજન છે. સંસદ ભવનથી બહારથી ઝડપાયેલા બે લોકોની ઓળખ નીલમ અને અમોલ શિંદે તરીકે થઈ છે. ભાજપા સાંસદ અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષે ડો.સુકાંત મજમુદારે સંસદ સુરક્ષા ભંગના મુખ્ય આરોપી લલિત ઝાની તસવીરો શેર કરી છે. જેમાં આરોપી લલિત ઝા, TMC નેતા તાપશ રોયની સાથે દેખાય છે. સુકાંત મજમુદારે જણાવ્યું કે, લલિત ઝા ઘણા સમયથી TMC નેતા તાપશ રોયના સંપર્કમાં હતો.