રાજસ્થાનમાં ભજનલાલ શર્મા મુખ્યમંત્રી પદે લેશે શપથ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત
Live TV
-
આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.
રાજસ્થાનમાં ભાજપ વિધાયક દળના નેતા ભજનલાલ શર્મા આજે બપોરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ અપાવશે. જયપુરના અલ્બર્ટ હોલમાં આજે સવારે 11:15 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપે રાજસ્થાનમાં 115 બેઠક જીતીને પૂર્ણ બહુમત હાંસલ કરી લીધું હતું. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડી હાજર રહેશે.
આ સમારોહમાં 16 કેન્દ્રીયમંત્રી તથા વિભિન્ન રાજ્યોના 17 મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી શામેલ થશે. આ સમારોહમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, પિયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી, અશ્વિની વૈળ્ણવ, ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ સિંહ પુરી, અનુરાહ ઠાકુર, અર્જુનરામ મેઘવાલ, નિત્યાનંદ રાય, એસપી સિંહ બઘેલ, મનસુખ માંડવિયા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ, અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા તથા મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ હાજર રહેશે.