Skip to main content
Settings Settings for Dark

નવસારીના કૃષિ વૈજ્ઞાનિકોએ બિનઉપયોગી ગણાતાં કેળના થડમાંથી મૂલ્યવર્ધનની નવી ટેકનોલોજી વિકસાવી

Live TV

X
  • નવસારીના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે બિનઉપયોગી ગણાતાં કેળના થડમાંથી મૂલ્યવર્ધનની નવી ટેકનોલોજી વિકસાવી છે. જે અંતર્ગત તેમણે કેળનાં થડમાંથી નીકળતા પ્રવાહીનો ઉપયોગ કરી નોવેલ જૈવિક પ્રવાહી ખાતર તૈયાર કરીને, આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. સામાન્ય રીતે ખેડૂતો કેળાના પાક બાદ થડને ઉકરડામાં ફેંકી દેતા હોય છે. પરંતુ નવસારી કૃષિ યુનિવર્સીટીના કુશળ વૈજ્ઞાનિકોએ રાસ્પાડોર મશીનની મદદથી કેળનાં થડમાંથી રેસા છૂટા પાડવાની પદ્ધતિ વિકસાવી છે. જેના લીધે વધેલ નકામા કચરા પર વિશેષ પ્રક્રિયાઓ કરીને પ્રવાહી ખાતર બનાવી શકાય છે. આ પ્રવાહી ખાતરમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ઉપરાંત સુક્ષ્મ તત્વો જેવા કે લોહતત્વ, બોરોન, મોલીબ્લેડમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ, સલ્ફર ઝીંક, કોપર વગેરે સારી માત્રામાં મળી રહે છે. રાસાયણિક ખાતર કરતા આ ખાતર ઓછું ખર્ચાળ અને ઉત્તમ સાબિત થયું છે. આ વિશેષ શોધને કારણે નવસારી કૃષિ યુનિવર્સિટીએ ખાતર બનાવતી કંપનીઓ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમજૂતી કરાર પણ કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply