વિદ્યા અર્થે પવિત્ર દાન : લર્નિંગ સેન્ટરની મદદથી બાળકોને શૈક્ષણિક પ્રસારણની સેવા
Live TV
-
શૈક્ષણિક પ્રસારણ નિહાળી શકે તે માટેનો રાજ્યમાં સૌ પ્રથમ મહેસાણના કડીના નાનકડા ગામ ઇન્દીરા નગર પ્રાથમિક શાળાનો પ્રયોગ
શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય દ્વારા હોમ લર્નિંગ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો.આ કાર્યક્રમ અંતર્ગત ડીડી ગીરનાર પર ધોરણ ૧ થી ૧૨ નું શૈક્ષણિક પ્રસારણ કરવામાં આવે છે.આ પ્રસારણ ૧૧ ગામના દરેક બાળકો જોઈ શકે તે માટે લર્નિંગ સેન્ટરનો કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ગૌરાંગભાઈ વ્યાસની પ્રેરણા તથા ના.જિ.પ્રા.અ.પુલકિતભાઈ જોષીના માર્ગદર્શનથી સી.આર.સી.કો.ઓ.રવિભાઈ પટેલના આયોજન હેઠળ તમામ શાળાઓના આચાર્યશ્રીઓ , શિક્ષકો તથા અન્ય દાતાશ્રીઓના સહકારથી અમલ કરવામાં આવ્યો છે.
આજના ઓનલાઈન શિક્ષણના સમયમાં જે બાળકો પાસે જરૂરી ડિઝિટલ ઉપકરણોની વ્યવસ્થા નથી તેવા બાળકો સાથે શાળાના તમામ બાળકો પોતાના જ મહોલ્લા - શેરીમાં શૈક્ષણિક પ્રસારણ નિહાળી શકે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટમાં સી.આર.સી.કો.ઓ.સૂરજ રવિભાઈ પટેલ દ્વારા વિદ્યા અર્થે પવિત્ર દાન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.આ પ્રોજેક્ટમાં નીમેષભાઈ,સૌજેન્દ્રભાઈ,દિપકભાઈ,જગદીશભાઈ,પ્રફુલ્લભાઈ તથા તમામ આચાર્યશ્રી અને શિક્ષકોના સહકારથી અસરકારક કામગીરી કરવામાં આવી.જેમાં દાતાશ્રીઓની મદદથી ૨૦ નવીન LED , ૩૦ DTH તથા ૧૦ જુના ટી.વી.દાન સ્વરૂપે મેળવી સૂરજ ક્લસ્ટરની ૧૧ શાળાઓમાં ૩૦ જેટલા લર્નિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું
આ લર્નિંગ સેન્ટરનું લોકાર્પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામ આર.સી.રાવલ,તથા નિયામકશ્રી, GCERT ગાંધીનગર ડૉ.ટી.એસ.જોશી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,મહેસાણા ડૉ.ગૌરાંગભાઈ વ્યાસ , ડેપ્યુટી પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકીતભાઈ અને ડાયેટના સિનિયર લેક્ચરર વી.ડી.અઢીયોલની હાજરીમાં ઇન્દિરાનગર પ્રા.શાળા,તા.જોટાણા મુકામે કરવામાં આવ્યું હતું.