આઇટી મંત્રાલયે વોટ્સએપના ઓલ ઓર નથીંગ એપ્રોચ અભિગમ સામે વાંધો ઉઠાવ્યો
Live TV
-
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ભારત સરકારે વોટ્સએપને લઇને કડક વલણ દર્શાવ્યું છે. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને ચર્ચાનો દોર શરૂ થયો છે ત્યારે ભારતના આઇટી મંત્રાલયે વોટ્સએપની નવી પોલીસીને લઇને વપરાશકર્તાઓની માહિતીની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય વપરાશકર્તાઓ માટે આ નવી પોલીસીને પાછી ખેંચવા આઇટી મંત્રાલયે જણાવ્યુ છે. આઇટી મંત્રાલયે વોટ્સએપના ઓલ ઓર નથીંગ એપ્રોચ અભિગમ સામે વાંધો ઉઠાવ્યો છે. સરકારે વોટ્સએપને એમ પણ પૂછ્યુ છે કે, ભારત પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ લાવવાનું વિચારી રહ્યુ છે ત્યારે વોટ્સએપે આ પ્રકારના ફેરફાર કેમ કરી રહ્યુ છે. આઇ.ટી મંત્રાલયે યુરોપિયન યુનિયન અને ભારત માટેની વિવિધ ગોપનીયતા નીતિઓ પર પણ વાંધો ઉઠાવ્યો છે. સરકારે વિવિધ ગુપ્તતા અને ડેટા સિક્યુરિટી ચિંતાઓ પર જવાબ મેળવવા માટે વોટ્સએપને 14 પ્રશ્નોની સૂચિ પણ મોકલી છે. મહત્વનુ છે કે નવી નીતિમાં વોટ્સએપે વપરાશકર્તાઓને આ ફેરફાર નાપસંદ હોવાનો વિકલ્પ પણ આપ્યો નથી.. નવી સેવાની શરતો અને નીતિઓ સ્વીકારવાની ફરજ પાડે છે તેમ આઇટી મંત્રાલયે જણાવ્યુ.. આ સાથે સરકારે પુટસ્વામી વિરુદ્ધ યુનિયન ઈન્ડિયા (2017)ના ચુકાદામાં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાખ્યાયિત ગુપ્તતા અને સંમતિના સિદ્ધાંતો પણ વોટ્સએપને યાદ અપાવ્યા છે.