આદિત્ય L1 6 જાન્યુઆરીએ Lagrange પોઈન્ટ L1 પર પહોંચી જશે
Live TV
-
Lagrange Point પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે.
અવકાશ સંશોધન ક્ષેત્રમાં ભારત સતત આગળ વધી રહ્યું છે. ભારતનો સોલાર મિશન આદિત્ય L1 માટે 6 જાન્યુઆરીનો દિવસ ખૂબજ મહત્વપૂર્ણ રહેશે. આ દિવસે આદિત્ય L1 Lagrange Point એટલે L1 પર પહોંચી જશે. Lagrange Point પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. આ જગ્યાએ પહોંચ્યા પછી આદિત્ય L1 આગામી પાંચ વર્ષ સુધી સૂર્ય પર થનારી પ્રવૃત્તિઓની માહિતી પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે, આ મિશનને ઈસરોએ 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી પ્રક્ષેપિત કર્યુ હતું.
આદિત્ય L1 વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરી રહ્યું છે. ઈસરો અનુસાર આ ડેટાથી વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વ્યવહારનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. સૂર્ય સૌથી નજીકનો તારો છે. જે તારાઓની સ્ટડીમાં મદદ કરી શકે છે. આકાશગંગા અને ખગોળ વિજ્ઞાનના અનેક રહસ્ય તથા નિયમ સમજવામાં મદદરૂપ થશે.