તમિલનાડુમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ
Live TV
-
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. થૂથૂકુડી અને તિરૂનેલવેલીમાં જળતાંડવના પગલે લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી શક્તા. ત્યારે NDRFની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, બચાવ અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી 42 હજારથી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવ્યા છે. અત્યાર સુધીમાં તમિલનાડુમાં ભારે વરસાદને કારણે 31 લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકાર તમિલનાડુના લોકોને સતત મદદ કરી રહ્યું છે. કેન્દ્રએ આ નાણાકીય વર્ષમાં બે હપ્તામાં રાજ્યને રૂપિયા 900 કરોડની સહાય જાહેર કરી છે.
ભારતીય હવામાન વિભાગ (MET) એ રવિવારથી સોમવાર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. MET ડેટાના CNN વેધર એનાલિસિસ અનુસાર, તમિલનાડુ સામાન્ય રીતે એક આખા વર્ષમાં જેટલો વરસાદ મેળવે છે તેના લગભગ અડધા ભાગનો વરસાદ અત્યાર સુધી વરસી ગયો છે. તમિલનાડુના મુખ્ય સચિવ શિવ દાસ મીનાએ મંગળવારે જણાવ્યું હતું કે પૂરમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ મહિનાની શરૂઆતમાં તમિલનાડુમાં ત્રાટકેલા ચક્રવાત મિચાઉંગના પરિણામે ધોધમાર વરસાદ પણ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ થયા હતા.