ઉત્તરપ્રદેશ વિધાનસભાને લઈને ભાજપે 107 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Live TV
-
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 107 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમજ પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટેનાં નામ પણ જાહેર કર્યા હતા. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરમાંથી ચૂંટણી લડશે. જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજ સિરાથૂ સીટ પરથી ચૂંટણી લડશે. ભાજપે 60 ધારાસભ્યને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે તેમજ 21 નવા ચહેરાને સ્થાન આપ્યું છે. બીજી તરફ પંજાબમાં કોંગ્રેસે 86 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. પંજાબનાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે જ્યારે નવજોત સિદ્ધૂ અમૃતસર પૂર્વમાંથી ચૂંટણી લડશે. સાથે જ બસપાએ પણ 53 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી.
