દેશમાં હવે ગણતંત્ર દિવસની ઉજવણીની શરુઆત 23 જાન્યુઆરીથી થશે
Live TV
-
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની ઉજવણી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીની શરૂઆત 24 જાન્યુઆરીથી કરવામાં આવે છે. પરંતુ હવેથી ગણતંત્ર દિવસની શરૂઆત 23મી જાન્યુઆરીથી કરાશે. કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને સુભાષચંદ્ર બોઝની જયંતિને ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ કરી છે. 23મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જન્મજંયતી છે અને આ દિવસને દેશભરમાં પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે પ્રમાણે હવે દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણીની શરુઆત 23 જાન્યુઆરીથી થશે.
