ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડાશે
Live TV
-
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડાશે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં સાત તબક્કાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થશે. પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો પર 10 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરીએ છે. 27 જાન્યુઆરી સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. 24 જાન્યુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. વિવિધ પક્ષોએ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસે ગઈકાલે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ગઠબંધને પણ ગઈકાલે 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે નવી દિલ્હીમાં યોજાયેલી ત્રિ-દિવસીય કેન્દ્રિય ચૂંટણી સમિતિમાં ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે. ટૂંક સમયમાં ભાજપ નામોની યાદી બહાર પાડશે. બહુજન સમાજપાર્ટી અને શિવસેનાએ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરવાનું જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કુલ 403 વિધાનસભા બેઠક છે. સાત તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં 15 કરોડ જેટલા મતદાતાઓ પોતાતના મતાઅધિકારનો ઉપયોગ કરશે
