રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મકરસંક્રાંતિ સહિત તમામ પર્વની પાઠવી શુભેચ્છા
Live TV
-
દેશભરમાં આજે મકરસંક્રાતિ, પોંગલ, બિહુ , લોહરી પર્વની ઉજવણી થઇ રહી છે. વસંતઋતુનો આજથી આરંભ થયો છે. મકરસંક્રાતિ પર્વે શ્રદ્ધાળુઓ વારાણસી અને પ્રયાગરાજ ખાતે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. પ્રયાગરાજ ખાતે આજથી માઘ મેળાનો આરંભ થયો છે. સત્તાવાળાઓએ શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં તમામ કોવિડ ટેસ્ટ કરાવીને આવવા અનુરોધ કર્યો છે. માઘ મેળામાં સંખ્યાબંધ મેડિકલ ટીમ પણ કામે લાગી છે. પશ્ચિમ બંગાળમાં પણ શ્રદ્ધાળુઓએ ગંગાસાગર પહોંચીને પવિત્ર સ્નાન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મકરસંક્રાંતિ સહિતના તમામ પર્વની શુભેચ્છા પાઠવી છે.
