દેશમાં કોરોનાએ વધારી ચિંતા; છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,64,202 કેસ
Live TV
-
દેશભરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં 2,64,202 નવા કેસ નોંધાયા છે. જેની સામે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1,09,345 દર્દીઓ કોરોના મહામારીને મ્હાત આપી સ્વસ્થ થયા છે, જ્યારે 315 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની પરિસ્થિતે દેશમાં કોરોનાના સક્રિય કેસોનો આંકડો વધીને 12,72,073 પર પહોંચ્યો છે. જ્યારે દેશમાં અત્યારસુધીમાં કુલ 3,48,24,706 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
વધી રહેલા આ કોરોના સંક્રમણને ડામવા ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તમામ મુખ્યમંત્રીઓ તેમજ અન્ય મંત્રીમંડળ અને સચિવો સાથે કોરોના સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. જે અન્વયે દેશમાં છેલ્લા 24 કલાકમાં 73,08,669 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યારસુધીમાં રસીના કુલ 1,55,39,81,819 ડોઝ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,87,457 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને મળીને અત્યાર સુધીમાં કોરોનાના કુલ 69,90,39,084 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.
