Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હીમાં ભારત અને બ્રિટન વચ્ચે થઈ મુક્ત વ્યાપાર સમજૂતી બેઠક

Live TV

X
  • ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી માટે ઔપચારિક વાતચીત શરૂ થઇ ચુકી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે બ્રિટનના આંતરરાષ્ટ્રીય વેપાર બાબતના મંત્રી એન્ની- મારી ટ્રેવેલિયન સાથે બેઠક કરીને તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. આ વાતચીત શરૂ થતાં પહેલાં બ્રિટિશ સરકારે જાહેરાત કરી હતી કે, ભારત સાથે સમજૂતી માટે વાતચીતની શરૂઆત બ્રિટિશ વેપાર માટે સુવર્ણ તક બની રહેશે. બંને દેશોને આશા છે કે, મંત્રણા એક વર્ષમાં કે તેનાથી સાધારણ વધુ સમયમાં સંપન્ન થઇ જશે. 
    આ બાબતે પિયુષ ગોયેલે જણાવ્યું હતું કે, મુક્ત વેપાર સમજૂતી માટે બંને દેશો વચ્ચે શરૂ થયેલી વાતચીત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સુદ્રઢ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. બંને દેશો વચ્ચે વર્તમાનમાં પાંચ કરોડ ડોલરનો વેપાર થઇ રહ્યો છે. વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના વેપારને 10 કરોડ ડોલર કરવાની નેમ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને પણ કહ્યું કે, બંને દેશો વચ્ચેની વેપારી ભાગીદારી બ્રિટનમાં રોજગારીની તક ઉભી કરશે, વેતન વધારશે અને ઇનેવેશનનો માર્ગ મોકળો કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
apply