મકરસંક્રાંતિ નિમિત્તે પ્રથમવાર કરાયું વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન
Live TV
-
આયુષ મંત્રાલય દ્વારા આજના મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના ઉપક્રમે સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મકરસંક્રાતિ પર્વે પહેલી જ વાર વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન થયું છે. દેશભરના એક કરોડ જેટલા લોકો આ કાર્યક્રમમાં નોંધણી કરાવીને ભાગ લઇ રહ્યા છે. યોગગુરૂ બાબા રામદેવે પણ આ કાર્યક્રમમાં ભાગ લઇને માર્ગદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ સૂર્ય નમસ્કારની સાથો-સાથ અન્ય યોગાસનો કરવાનો પણ આનંદ લીધો હતો. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા આ પ્રસંગે સંબોધન કરવામાં આવ્યું હતું.
